Search This Blog

Tuesday, 29 September 2015

A poem

મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં
મારી વેલ શણગારો, વીરા શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યાં
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં
મને રોકે પડછાયો એક ચોકમાં
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં
~ રાવજી પટેલ.