એક વૃદ્ધ મહિલા બસમાં
મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ
મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુ માં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા
મારવા નુ ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગ થી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે
વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતી એ તેમને પૂછ્યું
"મેં તમારી સાથે આવુ દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો? તમે કોઇ ફરિયાદ કેમ ન
કરી ?"
વૃદ્ધ મહિલાએ હસીને જવાબ
આપ્યો :
"આટલી નાની-નાની
બાબતોમાં અને અસભ્યતા પર ચર્ચા કરવાની મને જરૂર જ ના લાગી. કારણ કે મારી તમારી
સાથેની આ સફર બહુ ટૂંકી છે અને હું આગળના સ્ટોપ પર જ ઉતરી જવાની છું."
આ જવાબ સુવર્ણ અક્ષરે લખવા લાયક છે.
"આવી તુચ્છ બાબત પર
ચર્ચા કરવાની જરૂર જ નથી, કારણ કે મારો તમારી સાથેનો પ્રવાસ બહુ ટૂંકો છે"
આપણે દરેકે આ સમજવું એટલુ
જ જરુરી છે કે આ દુનિયામાં આપણો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા,
અન્યોને માફ ન કરવા, નારાજગી અને ખરાબ વર્તન પાછળ વ્યર્થ થાય તે યોગ્ય તો ના જ
ગણાય.
કોઈએ તમારું હૃદય તોડ્યું
છે ? શાંત રહો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.
શું કોઈએ તમને છેતર્યા,
ધમકાવ્યા અથવા અપમાનિત કર્યા છે? આરામ કરો. તણાવ ન કરો. કારણ કે જીવન ની યાત્રા
બહુ જ ટૂંકી છે.
કોઈ કારણ વગર તમારું
અપમાન કરે છે ? શાંત રહો. અવગણના કરો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.
કોઇ પાડોશીએ એવી
ટિપ્પણી કરી કે જે તમને પસંદ ન આવી ?
-શાંત રહો, તેની તરફ ધ્યાન ન આપો. તેને માફ કરી દો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ
ટૂંકી છે.
કોઈએ તમને કઈ સમસ્યા કે
મુશ્કેલી આપી છે? એને ભુલી જાવ. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.
કોઈને ખબર નથી કે આપણી
મુસાફરી કેટલી લાંબી છે. કોઈને ખબર નથી કે તે તેના અંત પર ક્યારે પહોંચશે ? તો
મિત્રો અને કુટુંબીજનોની કદર કરીએ, આદર, દયાળુ અને ક્ષમાશીલ બનીએ. આખરે આપણે
કૃતજ્ઞતા અને આનંદથી ભરાઈ જઈશું.
તમારું સ્મિત દરેક સાથે વહેંચો. કારણ કે જીવન ની
યાત્રા બહુ જ ટૂંકી છે.
मुसाफिर.....हुँ यारों,
ना घर है ना ठिकाना !
मुझे चलते जाना
है...
बस चलते जाना ।।